અમારું ફેસબુક પેઈજ લાઈક કરો :

Please wait..10 Seconds Cancel

શનિવાર, 11 મે, 2013

Giveaway એટલે શું ?


દરેક મિત્રો નું "મોજે મોજ રોજે રોજ" બ્લોગ માં સ્વાગત છે :)
આ બ્લોગ ની આ પહેલી પોસ્ટ છે, અને મને આશા છે કે તમને આ બ્લોગ ગમશે, અહી આ બ્લોગ માં હું ઈન્ટરનેટ, કોમ્પ્યુટર, બ્લોગ કેવી રીતે બનાવો, બ્લોગ દ્રારા પૈસા કેમ કમાવા, શાયરી, જોક્સ, SMS, વગેરે ઘણું બધું જાણવા જેવું અને મોજ માણવા જેવું  તમારી જોડે Share કરીશ તો આ બ્લોગ સાથે કનેક્ટ રહેજો .

આજે હું તમને Giveaway એટલે શું? એ વિશે માહિતી આપીશ , Givaway ને ગુજરાતી માં "મફત માં કઈક આપી દેવું" એમ કહેવાય, જે ઘણી સાઈટ માં એવી ઓફરો હોય છે, કે જો તમે એની વેબસાઈટ તમારા ફેસબુક અને ટ્વિટર પર Share કરો, અને એના પર ક્લિક કરી ને તમારા મિત્રો એ સાઈટ ની મુલાકાત લે, ત્યારે તમારો એક પોઈન્ટ ગણાય, જો એવી જ રીતે તમારા પોઈન્ટ વધારે હોય તો તમે કોઈ વસ્તુ ફ્રિ માં મેળવી શકો, ઘણા આપના ગુજરાતી ભાઈ ઓ એ માનવા માટે તૈયાર નથી અને એમનું કહેવું છે કે કોઈ Share કરવાથી આટલી મોંઘી વસ્તુ ફ્રિ માં કેમ આપી દે?
પણ એનો જવાબ પણ મારી પાસે છે,
થોડા દિવસ પહેલા એક વેબસાઈટ માં Giveaway હતો, કે જ્યાં એક વ્યક્તિ Apple નું iPad ફ્રી માં મળ્યું હતું કેમ કે એને વધારે પોઈન્ટ્સ મળ્યા હતા, એ iPad ની કીમત રૂ .25000/- હતી અને હાલ માં પણ એની કીમત એ જ છે બજાર માં .
હવે હું તમને એ સમજાવું કે, એ વ્યક્તિ ને 25000 રૂપિયા નું  iPad ફ્રિ માં આપી ને એ વેબસાઈટ વાળા ને શું ફાયદો થયો ?
જયારે Giveaway આવે ત્યારે, હજારો માણસો એમાં ભાગ લે છે, અને એ બધા એની વેબસાઈટ  ફેસબુક અને ટ્વીટર પર Share કરે છે, તો એની વેબસાઈટ બધી જગ્યા એ ફેમસ થઇ જાય છે, અને એ એમની વેબસાઈટ માં Google ની Advertise પણ કરે છે કે જેના પર કોઈ ક્લિક કરે તો એને રૂપિયા મળે, એવી રીતે એને વળતર મળી રહે છે, ( Google ની Advertise એટલે શું? એ હું તમને મારી બીજી પોસ્ટ માં વિગત વાર સમજાવીસ ),અને મેઈન વાત કે જે Apple નું iPad ફ્રિ માં મળે છે એ Apple કંપની જ આપે છે, એ વેબસાઈટ અને Apple ના કોઈ કર્મચારી સાથે એવી કોઈ Deal થઇ હોઈ છે, જેના થી Apple ની પણ બધી જગ્યા એ જાહેરાત થાય .

મિત્રો, આજકાલ જાહેરાત કરવા માટે લોકો કેટલા ભી ખર્ચા કરવા તૈયાર છે, અને સીધી વાત છે કે જાહેરાત કર્યા  વગર કોઈ ધંધો ચાલતો નથી, તમે જે TV માં સીરીયલ અને ફિલ્મ જોવો છો ત્યારે વચ્ચે જાહેરાત આવે છે, તો તમને ખબર જ હશે કે એ જાહેરાત કરવા માટે એને કેટલો ખર્ચો કર્યો હશે .  તો બસ એ જ રીતે હવે TV અને રેડિયા ના જમાના ગયા અને ઈન્ટરનેટ ના જમાના છે, ઈન્ટરનેટ નો ઉપયોગ આજે કરોડો થી પણ વધારે માણસો કરે છે ,

તો મિત્રો શું તમે તૈયાર છો Giveaway માં ભાગ લેવા માટે ???
જો તમે Giveaway માં ભાગ લેવા માટે તૈયાર હોઈ તો હાલ માં 2 વેબસાઈટ છે જ્યાં Giveaway ચાલે છે .
આ Giveaway માં જેને  વધારે Share કરીને સારા પોઈન્ટસ મેળવ્યા હશે એને રોકડા રૂપિયા મળશે .

પહેલી વેબસાઈટ : http://ptab.it/OLug
જ્યાં જે વિજેતા જાહેર થશે એને $75 એટલે કે ઇન્ડિયા ના રૂ . 3750/- (અંદાજીત ) મળશે .

બીજી વેબસાઈટ :http://ptab.it/MHZG
જ્યાં જે વિજેતા જાહેર થશે એમને $150 એટલે કે ઇન્ડિયા ના રૂ . 7500/-(અંદાજીત) મળશે .

આ Giveaway માં કેવી રીતે ભાગ લેશો ??
સૌ પ્રથમ જો તમારી પાસે Twitter માં ખાતું ના હોય તો, તમારે Twitter.com માં જઈને Account (ખાતું ) બનવાનું રહેશે .
એ માટે ફેસબુક માં પણ ખાતું હોવું જરૂરી છે પણ એ માટે મારે કઈ કહેવું નહિ પડે કેમ કે તમારે ફેસબુક માં તો ખાતું હશે જ . અને ના હોય તો facebook.com માં જઈને તમારું account (ખાતું) બનાવી શકો છો .
એ જ રીતે Google+ માં પણ ખાતું ના હોય તો account (ખાતું) બનાવો .
જયારે તમે એ વેબસાઈટ્સ ની મુલાકાત લેસો ત્યારે નીચેના ફોટા માં જે બોક્સ છે એવું જ ત્યાં એક બોકસ હશે . એ બોક્સ માં Via email નામ નું બટન છે એના પર ક્લિક કરો .

હવે આ Giveaway માં ભાગ લેવા માટે નીચેના ફોટા માં બતાવ્યા પ્રમાણે તમારું નામ , અટક , અને email ID લખો . અને Enter The Giveaway પર ક્લિક કરો .

ત્યાર બાદ તમને ફેસબુક પેઈજ લાઈક કરવા માટે નું Option આવશે . એ લાઈક કરી નાખો, ત્યાર બાદ Twitter પર follow કરવાનું Option એની મેળે આવશે , એ Follow કરો, એવી રીતે એવા 15-16 Option આવશે એ follow કરવાના રહેશે ( ખાસ : જયારે તમે એ enter થાવ એ પહેલા Twitter , Facebook  અને Google + માં Sign In કરી ને રાખવું એટલે સહેલું પડશે .

તમને કેમ ખબર પડશે કે તમારા કેટલા પોઈન્ટ્સ થયા ??નીચેના ફોટા માં જુવો , જ્યાં લખેલું છે "Your Entries" એ તમારા પોઈન્ટ્સ છે . બસ એમ જ તમારે તમારા પોઈન્ટસ વધારવા ના છે .

એવી જ રીતે તમે ઉપર ના ફોટા માં જોઈ શકો છો કે "Days Left" અને એની નીચે લીલા કલર માં લખ્યું છે "17" એટલે કે આ Giveaway ના 17 દિવસ બાકી છે , 17 દિવસ પછી વિજેતા જાહેર કરવા માં આવશે ,

જો તમે વિજેતા બન્યા હસો તો , તમે જે બોક્સ માં email ID નાખ્યું હતું એમાં mail આવશે કે તમે વિજેતા બન્યા છો ,

તો મિત્રો હવે સમય બગાડ્યા વગર એ સાઈટ્સ ની મુલાકાત લ્યો અને બંને માં ભાગ લ્યો , જે થી એક માં નહિ તો બીજા માં જો નશીબ હશે અને તમે વધારે પોઈન્ટ્સ મેળવ્યા હશે તો વિજેતા તમે બની શકો છો .

જો તમને કોઈ પ્રશ્ન હોય કે ના સમજાતું હોય તો નીચે કોમેન્ટ કરી ને મને પૂછી શકો છો , જો હું કઈ કામ માં નહિ હોય તો તરત જ જવાબ આપીશ .

મિત્રો , તમને આ માહિતી ગમી ? તો તમારા મિત્રો જોડે પણ Share  કરવાનું ભૂલતા નહિ :)


જય શ્રી ક્રિષ્ના !